આપણા શાસ્ત્રો અજ્ઞાનરૂપી અંધારાનો ત્યાગ કરીને જ્ઞાનના પ્રકાશ તરફ ગતિ કરવાનું કહે છે. સાંપ્રત સમયમાં જ્ઞાનના ઉપાર્જનની સાથે સંવેદનશીલ, પ્રામાણિક, નિષ્ઠાવાન, મુલ્યલાક્ષી, ચારિત્ર્યવાન નાગરિકોનું ઘડતર જરૂરી છે. પરમ પૂજ્ય વિશ્વવન્દનીય દાદાજી એટલે પૂજ્યશ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી દ્વારા ઈ.સ.૨૦૦૭મ શ્રીભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટ શિક્ષાશાસ્ત્રી (બી.એડ.) મહાવિદ્યાલયની સ્થાપના સ્વપ્રાંગણમાં કરવામાં આવી. તેમાં આવા સંસ્કૃત શિક્ષકો પૂજ્ય દાદાજીની પ્રેરણા અને ચેતનાથી સંસ્કૃત અને સંસ્કૃતિનું જતન કરવાની તાલીમ લઇ સમાજની સેવાનો ભેખ લે છે.
શિક્ષાશાસ્ત્રી (બી.એડ.) મહાવિદ્યાલય પ્રશિક્ષણાર્થીને અભ્યાસક્રમ વિષયક માહિતીની સાથે સાથે વ્યવહારુ બનાવે તેવી અને વ્યક્તિત્વનો નીખર લાવે તેવી અવનવી પ્રવૃતિઓથી સતત જીવંત રાખે છે. પ્રશિક્ષણાર્થીના સ્વાગત કાર્યક્રમથી પ્રારંભ થતી બી.એડ. કોલેજમાં માઈક્રોટીચિંગ, સેતુપાઠ, બ્લોકટીચીંગ, સદાપથ ઇન્ટર્નશિપ તેના પ્રેક્ટીકલ્સ અને અભ્યાસલક્ષી કાર્યોની હારમાળા તેમજ ચાલે... જુદી જુદી અનેક સહઅભ્યાસ પ્રવૃતિઓ જેવી કે પ્રાર્થના, વક્તવ્ય, ગીત પ્રશ્નોત્તરી, અભિનય, દેશભક્તિની પ્રવૃત્તિ, નાટ્ય પ્રવૃત્તિ, રમતગમત, વ્રુક્ષરોપણ, પર્યાવરણ જાગૃતિ, ચર્ચાસભા, પ્રોજેક્ટ, ક્રિયાત્મક સંશોધન, કેસ સ્ટડી, પુસ્તકાલયની પ્રવૃત્તિઓ... આમ અનેક પ્રવૃત્તિઓથી મહાવિદ્યાલય ધમધમતું રહે. શ્રીસોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીદ્વારા આયોજિત થતાં યુવકમહોત્સવમાં ભાગ લઇ મેડલ પ્રાપ્ત કરવા પ્રશિક્ષણાર્થીઓની ઉત્સુક્તા જોવા જેવી હોય... શ્રીભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટ શિક્ષાશાસ્ત્રી (બી.એડ.) મહાવીધ્યાલયમાંથી આયોજતા પાંચ દિવસના પ્રવાસમાં જોડાવા પ્રશિક્ષણાર્થીઓ આતુરતાથી રાહ જુએ... પાછો બીજો એક દિવસીય પ્રવાસ પણ ખરોજ...
કુદરતના સાનિધ્યમાં આધુનિકતાનો અહેસાસ તો અહી શ્રીભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટ શિક્ષાશાસ્ત્રી (બી.એડ.) મહાવિદ્યાલયના ખોળામાં જ મળે. આ સુખદ અનુભવ જયારે આ કોલેજની કોમ્પ્યુટર લેબ, સાયકો લેબ, પુસ્તકાલય, વર્ગખંડો અને અતિસુરક્ષિત પ્રદ્યાપકોને માળો ત્યારે જ તમે પામી શકો. ટૂંકમાં નીચે મુજબ આપણા યુવાધન માટે કહી શકાય:
“રૂઝવે જગના જખ્મો, આદર્યાને પુરા કરે,
ચલાવે સૃષ્ટિનો તંતુ, ધન્ય તે નવયુવાન.”
આવા નવયૌવનને સાચી દિશા આપવાનું કાર્ય શ્રીરસરાજ પ્રભુના સાનિધ્યમાં શ્રીભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટ શિક્ષાશાસ્ત્રી (બી.એડ.) મહાવિદ્યાલય કરી રહી છે જેમાં આપ સૌનું ભાવભીનું સ્વાગત છે.